bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઘોર કળિયુગ! ભરૂચમાં 72 વર્ષીય વૃદ્ધા બળાત્કારનો ભોગ બની, પોલીસે આરોપીની ધરપકડ કરી...  

ભરૂચ તાલુકામાં 72 વર્ષીય વૃદ્ધા બળાત્કારનો ભોગ બની છે. ઘરમાં એકલી અશક્ત વૃદ્ધા પર 48 વર્ષીય અર્જુન વસાવાએ બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસને મળતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે બળાત્કારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઘટના બાદ વૃદ્ધા અને ધરપકડ કરાયેલ આરોપી  તબીબી તપાસ અને સારવાર કરાઈ છે.

પોલીસ સૂત્રો અનુસાર વૃદ્ધા ઘરમાં એકલા હતા તે સમયે કોઈક બહાને નજીકમાં રહેતો 48 વર્ષીય અર્જુન વસાવા ઘરમાં ઘુસી આવ્યો હતો. મહિલા વૃદ્ધ અને અશક્ત હોવાનો લાભ ઉઠાવી આ શખ્શે વૃદ્ધ પાર બળાત્કાર ગુજરી તે નાસી છૂટ્યો હતો.