સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે આગ વરસાવતી ગરમી લાગી રહી છે. આવી ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત પીતા હોય છે. જેથી આ સીઝનમાં લીંબુનું વેચાણ પણ વધારે થતું હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વઘારોરમઝાન મહીનાને લઇ પણ લીંબુની માંગમાં ધરખમ વધારો થયો છે. તેની સામે ઓછું ઉત્પાદન થતા લીંબુનો ભાવ વધી ગયો છે.એક મહિના પહેલા ભાવનગરમાં લીંબુ 40 રૂપિયાના કિલો મળી રહ્યા હતા. તે લીંબુ હવે 200 રૂપિયાના કિલો મળી રહ્યા છે. ત્યારે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું જ છે. આ સાથે લીંબુના સોડા-શરબત સહિતની વસ્તુઓનો આનંદ માણતા લોકોમાં પણ ભાવ પ્રત્યે ખટાશ જોવા મળી રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology