હજુ તો લોકો રાજકોટના ટીઆરપી ગેમઝોનનો અગ્નિકાંડ અને સુરતનો તક્ષશિલાની ઘટનાને ભૂલ્યા નથી, ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગને મોકડ્રીલમાં ખપાવીને સમગ્ર મામલા પર પડદો પાડવા પ્રયત્નો કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જેને લઇને વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું મસમોટી ફી વસૂલતી સ્કૂલમાં સેફ્ટીના મુદ્દાને લઇને હોબાળો મચાવ્યો હતો.
બનાવની વાત કરવામાં આવે તો ગઇકાલે (ગુરૂવારે) સવારે બોપલની શાંતિ એશિયાટિક સ્કૂલના ક્લાસરૂમના એસીમાં ધુમાડો નિકળતાં વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. જેથી સ્કૂલ સ્ટાફે તેમને હોલમાં લઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં વાલીઓનું ટોળું સ્કૂલમાં પહોંચી ગયું હતું વિદ્યાર્થીઓની સેફ્ટીને લઇને સવાલો કર્યા હતા.
વાલીઓના જણાવ્યા અનુસાર શાળાના બીજા માળે અને બેઝમેન્ટમાં આગ લાગી હતી અને જે જગ્યા પર આગ લાગી હતી તે જગ્યા પર કલર કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્કૂલમાં ઇમરજન્સી એક્ઝિટનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. સ્કૂલ દ્વારા મોટી ફી વસૂલવામાં આવે છે , ત્યારે બાળકો સેફ્ટીને લઇને વાલીઓએ હોબાળો મચાવ્યો છે.
તો બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાને એક મોકડ્રીલમાં ખપાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. કારણ કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા મોકડ્રીલ અંગે વાલીઓને કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology