bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

  પુરુષોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર...  

પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ રોષે વિક્રાર સ્વરૂપ લીધું છે . ત્યારે રૂપાલાના નિવેદનથી આચાર સંહિતા ભંગ થઇ છે કે કેમ? તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરીને વીડિયો સહિતની તમામ બાબતની તપાસ  કરવામાં આવી હતી અને ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટર તપાસનો રિપોર્ટ ચૂંટણીપંચને મોકલી આપ્યો હતો. આ રીપોર્ટમાં રૂપાલાને રાહત મળી છે,રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને ચૂંટણી પંચ દ્વારા રાહત મળી છે. આચાર સંહિતા ભંગની ફરિયાદમાં રૂપાલને ક્લિનચીટ મળી છે. એક કાર્યક્રમમાં સમાજ સામે નિવેદન બદલ ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં ક્લિનચીટ મળી છે, રૂપાલા સામે કાર્યક્રમમાં સમાજ સામે આપેલા નિવેદન મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જેનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં રૂપાલાને ક્લિનચીટ આપવામાં આવી છે.