લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્રક નોંધાવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો પરેશ ધાનાણી સાથે રહ્યા હતા. રૂપાલા અને ધાનાણી 22 વર્ષ પછી ફરી આમને સામને ચૂંટણી જંગ લડશે. ફોર્મ ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં સભા રાખવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, પ્રજા દુશાસનરૂપી રૂપાલાને જાકારો આપશે.
ધાનાણી સભાસ્થળે પહોંચતા કુમકુમ તિલક અને પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, ચાલુ સભામાં લાઈટ ગુલ થતા લોકો આશ્ચર્યમાં મૂકાય ગયા હતા. ધાનાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પાટનગરમાં ધોળા દિવસે લાઈટ ગુલ થઈ, આ વિકાસને હરાવવાનો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સભાસ્થળે પહોંચ્યા છે, સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કહ્યું હતું કે, મહાભારતનો સીન દેખાય છે, અમારો અભિમન્યું નવ કોઠા વિંધી રૂપાલાને હરાવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology