સુરત પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓને પાણીમાં ડૂબતા લોકોને બચાવવા માટે છેલ્લા કેટલાક દિવસથી સુરત પાલિકાના ફાયર વિભાગના સ્ટાફ કોઝવે ખાતે તાલીમ માટે આવે છે પરંતુ આ જગ્યાએ જળકુંભીનો જથ્થો વધી રહ્યો છે.તાપી નદીના કોઝવે પાસે જમા થયેલી જળકુંભીના કારણે ભારે દુર્ગંધ પ્રસરી છે.ત્યારે આ પરિસ્થિતિમાં જળકુંભી વચ્ચે સુરત પાલિકાના ફાયર જવાનો સ્વીમીંગ સહિતની તાલીમ લેવા મજબૂર બન્યા છે.
સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓ માટે જીવાદોરી સમાન છે. સુરતના 70 લાખ લોકો માટે પાલિકા તાપી નદીમાંથી લોકોના ઘર સુધી પહોંચાડે છે. પરંતુ તાપી નદીમાં જળકુંભીની સમસ્યા હોવાથી પાણીની ગુણવત્તાને કથરાઈ રહી છે. આકષષમાંથી પણ અગનગોળા વર્ષી રહી છે તેવું વાતાવરણ બન્યું છે.જળકુંભીના જથ્થા માટે પાલિકાના ફાયર જવાનોની પ્રેક્ટિસ કે તાલીમ માટે એક વિલનસમાન બની છે. સુરત પાલિકાના ફાયરના જવાનોને પાણીની કામગીરી માટેની તાલીમ કોઝવે પર આપવામા આવે છે.
હાલમાં તાપી નદીમાં કોઝવે પાસે જળકુંભીનો જથ્થો જમા થયો છે જેને પાલિકા તંત્ર દ્વારા જળ કુંભીના જથ્થો દુર કરવા માટે કોઈ પણ કામગીરી કરાઈ નથી. ફાયરના જવાનોને જળકુંભી વચ્ચે તાલીમ આપવામાં આવી રહી છે જે ભયાનક જોખમી છે. જળકુંભીનો જથ્થો હોયમાં જો કોઈ ફસાય તેમાં ફસાઈ તો તે વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવી શકે છે .પાલિકા જળકુંભીની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોઈ છે ત્યારે તાપી નદીમાં જળકુંભીનો જમા થયેલ જથ્થો બાબતે પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયાં છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology