રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળું જાગેલ મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બે ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં ગેમઝોન ચલાવવાના લાયસન્સ કે ગેમઝોનમાં કોઈ પણ જાતના સલામતીના સાધન વિના ચલાવવામાં આવતા બંને ગેમઝોનના સંચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ મોરબી મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર કૌશિકભાઈ ગણેશભાઈ ગામી દ્વારા મોરબી રાજકોટ હાઇવે ઉપરના થ્રિલ ચીલ ગેમઝોનના સંચાલક મિલનભાઇ વલમજીભાઇ ભાડજા રહે.મોરબી રામકો બંગ્લો પાછળ દેવપેલેસ ફલેટનં.૬૦૧ તથા મોરબીના એસપી રોડ ઉપર ચાલતા લેવલઅપના સંચાલક પ્રીન્સ અમૃતલાલ બાવરવા રહે.મોરબી રવાપર રોડ શ્રવણસેતુ એપાર્ટમેન્ટ બ્લોકનં.૧૦૧ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત બંને ગેમઝોનમાં માણસોની જીંદગીની સલામતી માટેના નિયમ મુજબના કોઇ સાધનો નહી રાખી બેદરકારી રાખી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ગેમઝોન ચલાવતા હોય તથા ગેમઝોન કોઈપણ પાસ કે પરવાના વગર ચલાવતા મળી આવેલ હોય ત્યારે મોરબી સીટી પોલીસે બંને ગેમઝોન સંચાલક આરોપી સામે આઇપીસી કલમ ૩૩૬ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology