bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પીએમ મોદી અમદાવાદની નિશાંત સ્કૂલમાં મતદાન કરશે....   

ગુજરાતમાં મંગળવારે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે આજે મતદાન અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંગળવારે ગુજરાતમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે ગાંધીનગર: આવતીકાલે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી (Lok નું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે

માનવામાં આવી રહ્યુ છે કે, પીએમ મોદી સવારે મતદાન કરી ગુજરાત સહિત ત્રીજા તબક્કામાં આવનારા રાજ્યોના મતદારોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉત્સવ મનાવવા અપીલ કરી સીધા પોતાના નિર્ધારિત પ્રચાર પ્રવાસ માટે નિકળી જશે. પીએમ મોદીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પણ સવારે 10 વાગે નારણપુરા અંકુર ખાતે આવેલી મ્યુનિસિપલ કચેરી ખાતે મતદાન કરી શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિલજ ગામમાં મતદાન કરશે.