પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવા અંગે ઉર્જામંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે સૂચનો મંગાવ્યા છે. નિર્ણય આગામી સમયમાં લેવાશે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન લોન્ચ કરાઈ છે. આ એપ્લિકેશનનો પ્રારંભ કરનાર ગુજરાત દેશમાં પ્રથમવાર રાજ્ય બન્યુ છે.
SGST વિભાગે ફેસ ઓથેન્ટિકેશન એપ લોન્ચ કરી છે. જેમાં GSTને લઈને થતા કૌભાંડ પર રોક લાગશે દેશમાં પ્રથમવાર ગુજરાતથી એપ્લિકેશનનો પ્રારંભ થયો છે. મંત્રી કનુ દેસાઈએ નવી સેવાનો પ્રારંભ કરાવ્યો છે. તેમજ નવી સિસ્ટમથી GST નંબર મેળવવો સરળ બન્યો છે. અત્યાર સુધી બાયોમેટ્રિક દ્વારા થતી પ્રક્રિયા હતી. બાયોમેટ્રિક દ્વારા ગરીબોને લાલચ આપી કૌભાંડ કરતા હતા. આધારકાર્ડમાં મોબાઈલ નંબર બદલી કૌભાંડ કરતા હતા. હવે GSTને લઈને થતા કૌભાંડ પર રોક લાગશે.
લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની માંગ કરવામાં આવી રહી છે. જો આમ થશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 22 જૂને જીએસટી કાઉન્સિલની બેઠક બાદ કહ્યું હતું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે અને હવે રાજ્યોએ સાથે મળીને તેનો દર નક્કી કરવાનો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી લગાવવામાં આવે છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા વેટ લેવામાં આવે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને ડીલર કમિશનને જોડીને અંતિમ કિંમત આવે છે. તેવામાં જો GST લાગુ થાય તો કિંમતોમાં શું ફેરફાર આવે તે સમજીએ.
ધારો કે પેટ્રોલની કિંમત 94.44 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 90.11 રૂપિયા છે. હાલમાં પેટ્રોલ પર અંદાજે 35 રૂપિયા જેટલો ટેક્સ ચાર્જ કેન્દ્ર અને રાજ્ય સરકાર વસૂલે છે. જે મૂળ કિંમતમાંથી બાદ કરીએ તો પેટ્રોલની કિંમત 55.46 રૂપિયા થાય. જો તેના પર 28 ટકા GST સ્લેબ લાગુ કરાય તો પ્રતિ લીટરે 15.58 રૂપિયા વધારે ચૂકવવા પડે, ઉપરાંત ડીલરનું કમિશન પણ તેમાં ઉમેરાય છે અને તે 75 રૂપિયા પ્રતિ લીટરે મળે તેવું અનુમાન છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology