ગુજરાતમાં ફરી એક વખત અંધાપાકાંડની ઘટના સામે આવી છે. પાટણના રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવ્યો છે.અંધાપાથી 7 જેટલા અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સર્વોદય હોસ્પિટલમાં 13 દર્દીના ઓપરેશન બાદ 5 દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે.
2 ફેબ્રુઆરીના રોજ દર્દીઓએ આંખની સારવાર કરાવી હતી. દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ આ ઘટના બની હતી. 6 દિવસ બાદ આંખમાં અંધાપાની શરૂઆત થતાં દોડધામ મચી જવા પામી છે.રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવ્યો છે, જેમાં 2 મહિલા અને 3 પુરુષને આંખમાં ચેપ લાગ્યો છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દીને અંધાપો આવ્યો છે. જે બાદ દર્દીઓને અમદાવાદ ખાતે અસારવા આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગઈકાલે ગાંધીનગર અને અસારવા આંખની હોસ્પિટલની ટીમ રાધનપુર ખાતે તપાસમાં પણ ગઈ હતી.દર્દીઓના પરિવારજનોએ રાધનપુરની સર્વોદય હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે.
અત્રે જણાવીએ કે, 2 ફેબ્રુઆરીના રોજ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં 45 વર્ષ અને 65 વર્ષીય રાધનપુરની મહિલાને દ્રષ્ટિમાં ખામી સર્જાઈ છે. 78 વર્ષના સાંતલપુરના પુરુષ, 70 વર્ષના રાધનપુરના પુરુષ અને 65 વર્ષીય કાંકરેજના પુરુષને આંખમાં તકલીફ થઈ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology