ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક ગણાઇ રહ્યું છે કારણ કે આ વખતે રૂપિયા 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અમદાવાદ અને ગાંધીનગરને લઈને પણ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે
ખાસ કરીને બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં ગિફ્ટ સિટીના વિકાસ વિશે જાહેરાત કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે,ગીફ્ટ સીટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરીરહ્યું છે. 900 એકરથી 3300 એકરમાં લંબાવીને ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે
ગિફ્ટ સિટીમાં વિકાસ કાર્યો સાથે “વોક ટુ વર્ક” “લિવ-વર્ક- પ્લે કમ્યુનિટી” વિકસાવવામાં આવશે. આ વિકાસ કાર્યોમાં 4.5 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે. આ બાદ વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનાં શહેર” તરીકે ઓળખ મળશે.
સાથે જ ગીફ્ટ સિટી ખાતે 'ફિન-ટેક હબ'ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને આ માટે રૂપિયા 52 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરાઈ છે.
આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની થશે.
આ પ્રોજેકટના ફેઝ-1 માં 11.2 કિલોમીટરનું કામ પૂરું થયેલ છે, જ્યારે ફેઝ-2 માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ-3માં ગીફ્ટ સીટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્ટીને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-4 અને ફેઝ-5 અંતર્ગત રિવરફ્રન્ટા વિસ્તારનો ઇન્દિસરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology