વિદેશ જવાની ઘેલછામાં વિદ્યાર્થીઓના નકલી દસ્તાવેજો બનાવી કોઈપણ ભોગે તેને વિદેશ મોકલવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ચાલી રહ્યું છે. તેની તપાસ CID ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે. તાજેતરમાં 17 કરતા વધુ કન્સલ્ટન્સીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી ડુપ્લીકેટ માર્કશીટ તથા બેંકના ખોટા લેટરપેડ સહિત અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ કોણે અને કેવી રીતે બનાવ્યા છે. તેની તપાસમાં ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલનું નામ સામે આવ્યું હતું. જે બાદ CID ક્રાઈમે વિશાલ પટેલ સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરમાં આવેલી 17થી વધુ કન્સલ્ટન્સી પર CID ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ સહિતના અલગ અલગ વિઝા અપાવવાની લાલચ આપીને લોકોના ખોટા ડોક્યુમેન્ટ બનાવી વિદેશ મોકલવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. જેની તપાસ ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા ચલાવવામાં આવી રહી છે. 17 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં તપાસ એજન્સી કુલ 3571 ડુપ્લીકેટ દસ્તાવેજ મળી આવ્યા હતા. જેમાં મોટા ભાગના ધોરણ-10થી લઈને ડિપ્લોમાં અને ડિગ્રીની માર્કશીટ,બેંકના સેકશન લેટર મળી આવ્યા છે.
જેમાંથી મિહિર રામી અને સચિન ચૌધરી નામના બે શખ્સોએ ગાંધીનગરના કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસીઝ કન્સલ્ટન્સીમાં વિશાલ પટેલ પાસે પ્રોસેસ કરાવી હતી. બંને શખ્સોએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપ્યા હતા પરંતુ વિશાલ પટેલ તમામ ડોક્યુમેન્ટ ખોટા બનાવી મિહિર રામી અને સચિન ચૌધરી ઓસ્ટ્રેલિયા મોકલી આપ્યા હોવાનું સામે આવ્યું છે.જેથી CID ક્રાઈમે વિશાલ પટેલ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં આંબાવાડીમાં વિસ્તારમાં આવેલી નેપચ્યુન એજયુકેશ કન્સલ્ટન્સીમાં ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં CID ક્રાઈમના દરોડા પડ્યા હતા. જેમાં મિહિર રામી અને સચિન ચૌધરી નામના બે શખ્સોના ડુપ્લિકેટ દસ્તાવેજ મળી આવ્યા હતા. જેમાં એજ્યુકેશનથી લઈને બેંકના લોન સેકશન લેટર પણ મળ્યા હતા. આ ડુપ્લિકેટ દસ્તાવેજોની તપાસમાં સામે આવ્યું કે, તમામ ડોક્યુમેન્ટ વિશાલ પટેલ નામના શખ્સે બનાવ્યા છે. જે કુડાસણ ખાતે આવેલી ઉમિયા ઓવરસીઝ નામની કન્સલ્ટન્સી ધરાવે છે. લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલી રહ્યુ છે. બીજી તરફ તપાસ એજન્સીને ધ્યાને આવ્યું હતું કે, મિહિર રામી અને સતીશ ચૌધરી બંનેએ તમામ એજ્યુકેશનથી લઈને બીજા જરૂરી તમમાં દસ્તાવેજો ઓરીજનલ આપ્યા હતા.પરંતુ વિશાલ પટેલ તેનો ઉપયોગ કર્યો નહીં અને ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવી દીધા હતા.
ઈ-મેઈલ એડ્રેસની FSL તપાસમાં હકીકત સામે આવી. CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે, આંબાવાડીની નેપ્ચ્યુન એજ્યુકેશન અને ગાંધીનગર કુડાસણમાં આવેલી ઉમિયા ઓવર સીઝ બંને કન્સલ્ટન્સી વચ્ચે ઘણા સમયથી વાતચીત ઈ-મેઈલ પર થતી રહેતી હતી. બંને એજન્સીના ઈ-મેઈલ એડ્રેસ અને કોમ્પ્યુટર જપત કરીને FSL માં આવ્યા. ત્યારબાદ તેમાં હકીકત સામે આવી હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અંગેની વાતચીત પણ વિશાલ પટેલે કરી હતી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology