bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદ:  કેશવબાદ કેશવબાગ પાસે મહિલાએ કારથી એક્ટિવાને ઉલાળ્યું, ફિઝિયોથેરાપિસ્ટનું મોત...  

અમદાવાદ કેશવબાદ ચાર રસ્તા પર એક ભયંકર રોડ દુર્ઘટનામાં ફિઝિયોથેરાપિસ્ટ મહિલાનું મોત થયું છે. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવમાં જતી યુવતીને ટક્કર મારતા યુવતી 50 મીટર ઢસડાઇ હતી. સારવાર દરમિયાન આજે યુવતીનું મોત થયું છે.

નારણપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિશ્વા શાહ રફતારનો ભોગ બની.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઓવર સ્પીડમાં જતી કારે એક્ટિવા પર જતી આ યુવતીને એવી જોરદાર ટક્કર મારી કે તે યુવતી 50 મીટર સુધી રોડ પર ફંગોળાતી રહી. અકસ્માતની ઘટના સીસીસીટી પણ સામે આવ્યા  છે.  ફિઝિયોથેરાપિસ્ટ વિશ્વાને  પાંસળી અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, યુવતી અકસ્માત પછી કોમામાં સરી ગઇ હતી અને આખા શરીરમાં મલ્ટીપલ ફ્રેક્ચર હતાં. તે  કાર નીચે હતી ત્યારે હાર્ટ-એટેક પણ આવ્યો હતો.                                                                            

ઘટનાના પગલે યુવતીને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જો કે દુર્ભાગ્યવશ યુવતીની જિંદગી ન બચાવી શકાય અને સારવાર દરમિયાન જ યુવતીનું મોત થયું છે.