હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થિયા રહ્યો છે ત્યારે પાટણના શંખેશ્વર નજીક વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. પિકઅપ વાન અને વેગનઆર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થતાં બન્ને વાહનમાં અચાનક આગ લાગી હતી. અને આગમાં બે લોકો જીવતા ભૂંજાયા હતા.
પાટણ જિલ્લાના શંખેશ્વર આજે સવારે અગમ્ય કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલાં વાહનો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ગાડીમાં આગ ભભૂકી ઊઠી હતી. વેગનઆરમાં સવાર બે વ્યક્તિ અંદર જ ફસાઈ ગયાં હતાં, જેથી તેઓ 70 ટકાથી વધુ દાઝી ગયાં હતાં. એને પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ બનાવના પગલે માર્ગ પરના લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી કરવામાં વી અહ્તી.આ ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને વધુ તપાસ હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology