bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય: CCEની પરીક્ષા માટે આ લોકોને મળશે અલગથી તારીખ...  

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.  જે મુજબ આગામી 1 એપ્રિલ 2024થી 8 મે 2024 દરમિયાન દરરોજ 4 સેશનમાં યોજાનારી પરીક્ષાના દિવસે જ ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ, કે અન્ય કોઈ પરીક્ષા હશે તો  તેમને CCEની પરીક્ષા માટે અલગથી તારીખ અપાશે. જેના માટે ઉમેદવારે 12 માર્ચ પહેલા સોગંધનામા અને આધાર-પૂરાવા સાથે રજૂઆત કરવી પડશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5,554 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરાઇ છે. આ માટે ઉમેદવારો પાસેથી 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની CCEની પરીક્ષા તારીખ તા. 1 એપ્રિલ 2024થી તા. 8 મે 2024 દરમિયાન પ્રતિદિન ચાર સેશનમાં CBRT પદ્ધતિથી આયોજન કરવામાં આવી છે.

જો કોઈ ઉમેદવાર દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરીને અથવા અન્ય કોઈ રીતે મંડળને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE Examની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા CBRT પદ્ધતિ દ્વારા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી યોજાશે.