રાજકોટમાં આવકવેરા વિભાગનું મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઓરબીટ બેરિંગ ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલા 15 સ્થળોએ દરોડા પાડવામા આવ્યા છે. વહેલી સવારે આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં બેનામી વ્યવહારો મોટા પ્રમાણમાં સામે આવે તેવી શકયતા છે.
રાજકોટમાં રિયલ એસ્ટેટના બે મોટા ગ્રુપ ઉપર ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે. આજે સવરથી જ લાડાણી એસોસિયેટ્સ અને ઓરબીટ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્યુ છે. રાજકોટના મોટા માથા ગણાતા દિલીપભાઈ લાડાણી અને વિનેશભાઈ પટેલ સહિત અનેક મોટા માથાઓને ત્યાં ઇન્કમટેક્સની તવાઈ બોલાવાઈ છે. ઓરબીટ રોયલ ગાર્ડન સહિત અનેક પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર સાથે એમઓયુ કરનાર ગ્રુપ પણ ઝપેટમાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં કુલ 28 જગ્યાએ દરોડા અને સર્વેની કાર્યવાહી ચાલી રહી છે. દિલીપભાઈ લાડાણી સાથે સંકળાયેલ અનેક વેપારી અને ઉદ્યોગપતિ પણ આઈટીની અડફેટે આવી ગયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology