અમદાવાદમાં વધુ એક રોડ અકસ્માતની ઘટના બની છે, આ વખતે સિંધુભવન રોડ પર શુક્રવારે રાત્રે બનેલી ઘટનામાં મિત્રો સાથે નીકળેલા 18 વર્ષના જયદીપ સોલંકી નામના યુવકનું મોત થઈ ગયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં વધુ એક પૂરપાટ ઝડપે દોડી રહેલી કારે યુવકને અડફેડે લઈને હવામાં ઉછાડ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 18 વર્ષના જયદીપ સોલંકી નામના યુવકનું મોત થઈ ગયું છે. હવે આ મામલે શહેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતની ઘટના બાદ થાર ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે હવે આ મામલે વધુ તપાસ શરુ કરી છે. આ સાથે અકસ્માતની ઘટના બની તે સમયની પ્રાથમિક વિગતો પણ સામે આવી છે.
સિંધુભવન રોડ પર રાત્રે યુવાનો લટાર મારવા માટે નીકળતા હોય છે, આવામાં કેટલાક વાહન ચાલકો બેદરકારીભર્યું વાહન હંકારતા હોવાના બનાવો પણ બનતા રહે છે. આવી જ એક ઘટના શુક્રવારે રાત્રે બની હતી જેમાં 18 વર્ષનો જયદીપ સોલંકી નામનો યુવક તેના મિત્રો સાથે નીકળ્યો હતો. તે દરમિયાન થાર ગાડીએ તેને અડફેટે લીધો હતો.થાર ગાડીની બાઈક સાથે ટક્કર થતા જયદીપ 50 ફૂટ જેટલો હવામાં ફંગાળાયો હોવાની પણ જાણ મળી છે. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જયદીપનું મોત થઈ ગયું છે. અકસ્માત સર્જનાર થાર ગાડીનો ચાલક બનાવના સ્થળે થાર મૂકીને ફરાર થઈ ગયો હતો.
18 વર્ષનો જયદીપ તેના મિત્રો સાથે રાત્રે નાસ્તો કરવા માટે નીકળ્યો હતો ત્યારે થારના ડ્રાઈવરે તેને અડફેટે લીધો હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે જયદીપ સોલંકીનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.18 વર્ષનો જયદીપ તેના મિત્રો સાથે રાત્રે નાસ્તો કરવા માટે નીકળ્યો હતો ત્યારે થારના ડ્રાઈવરે તેને અડફેટે લીધો હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે જયદીપ સોલંકીનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.સિંધુભવન રોડ પર રાત્રે યુવાનો લટાર મારવા માટે નીકળતા હોય છે, આવામાં કેટલાક વાહન ચાલકો બેદરકારીભર્યું વાહન હંકારતા હોવાના બનાવો પણ બનતા રહે છે. આવી જ એક ઘટના શુક્રવારે રાત્રે બની હતી જેમાં 18 વર્ષનો જયદીપ સોલંકી નામનો યુવક તેના મિત્રો સાથે નીકળ્યો હતો. તે દરમિયાન થાર ગાડીએ તેને અડફેટે લીધો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology