bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક,કમોસમી વરસાદ અને કૃષિ નુકસાનની થશે સમીક્ષા...  

 

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. વિગતો મુજબ આજની બેઠકમાં કમોસમી વરસાદથી થયેલ નુકશાન અને PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ ચર્ચા થશે. આ સાથે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી બાદ અનેક વિસ્તારોમાં કૃષિપાકને ભારે નુકશાન પહોંચ્યું છે.

ગાંધીનગરમાં આજે ભુપેન્દ્ર પટેલ  સરકારની કેબિનેટની બેઠક સવારે 10 કલાકે મળશે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં આગામી દિવસોના PM મોદીના પ્રવાસને લઈ ચર્ચા કરવામાં આવશે. આ સાથે કમોસમી વરસાદ બાદ ખેતીમાં થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વિગતો મુજબ કેબિનેટની બેઠકમાં રાજ્યમાં બજેટના ઝડપી અમલીકરણને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે ધોરણ-10-12 બોર્ડની પરીક્ષા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.