bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગાંધીનગરની છત્રાલ GIDCમાંથી 79 લાખ રૂપિયાનું 16 હજાર કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું...

 


ગાંધીનગરમાં 16 હજાર કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. જેની અંદાજિત કિંમત થાય છે 79 લાખ રૂપિયા છે. છત્રાલ GIDCમાં આવેલી સ્વાગત પ્રોડક્ટ નામની પેઢી પર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે દરોડો પાડ્યો હતો. ઘીની સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ઘીમાં ભેળસેળ કરાતી હોવાનું ધ્યાને આવતા ઘીના 15 નમૂના લેવામાં આવ્યા છે. જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. જ્યારે 16 હજાર કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમે બાતમીના આધારે તપાસ હાથ ધરતા ઘીમાં ભેળશેળ થતી હોવાનું ધ્યાને આવતા શંકાસ્પદ ઘીનો રૂ. ૭૯ લાખની કિંમતનો ૧૬,૦૦૦ કિ.ગ્રા જથ્થો જપ્ત કરાયો છે.