bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

GTUના 352 વિદ્યાર્થીઓના પરિણામ કરાયા રદ, હવે એક વર્ષ સુધી નહીં આપી શકે પરિક્ષા...

 

વર્ષ 2023-24 દરમ્યાન GTU દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ ગેરરીતી કરતા પકડાતા હોય છે. ચાલુ વર્ષે GTU  નાં કુલ 352 વિદ્યાર્થીઓનાં પરિણામ રદ્દ કરાયા છે.  વિવિધ પ્રકારે ચોરી કરતા પકડાયેલા કુલ 352 વિદ્યાર્થીઓને લેવલ 1 થી 6 લેવલની સજા કરવામાં આવી છે.  જ્યારે 10 વિદ્યાર્થીઓને નો પેનલ્ટી હેઠળ કોઈ પણ પ્રકારની સજા કરાઈ નથી. 


GTU સંલગ્ન ડિપ્લોમાં ડિગ્રી, ઈજનેરી, ડિપ્લોમાં ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની વિવિધ વિદ્યાશાખાની કુલ 400 થી વધુ કોલેજોનાં વિદ્યાર્થીઓની વર્ષ 2023-24 દરમ્યાન રેગ્યુલર અને રિપીટર પરીક્ષા લેવામાં આવી હતી. જે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા,  ભાવનગરમાં  પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી તા. 15,16,17 ફેબ્રુઆરીનાં રોજ હાથ ધરવામાં આવી હતી.