bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટના સંતકબીર રોડ પર થયો ગમખ્વાર અકસ્માત....

શહેરના સામાકાંઠા વીસ્તારમાં આવેલા સંત કબીર રોડ પર રામાપીર મંદિર પાસે થયો અકસ્માત.ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બાઈક સવાર પિતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 

મળતી માહિતી અનુસાર સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર પિતા પુત્રના સ્થળ પર જ મૃત્યુ નીપજયાની જાણ બી ડિવિઝન પોલીસને થઈ હતી. જેથી તાત્કાલિક અસરથી રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસનો કાફલો તેમજ ટ્રાફિક એસીપી જે. બી. ગઢવી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતક પિતા પુત્રોની લાશને પીએમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.