bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદ  શહેરના ST ડેપોમાંથી બસની જ ચોરી, પોલીસે દોટ મૂકી...  

 

થોડા દિવસ પહેલા દ્વારકાથી પોલીસ વાન ચોરી થયાની ખબર સામે આવી હતી ત્યારે હવે વધુ એક સરકારી વાહનની ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદમાં ST બસ ચોરી થવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના અમદાવાદ શહેરના  કૃષ્ણનગર બસ ડેપોમાંથી ST બસની ચોરી થવાની માહિતી પોલીસને મળી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી અને તરત જ ચોરી થયેલી બસને શોધી લેવામાં આવી હતી. 


મળતી માહિતી અનુસાર,  અમદાવાદના કૃષ્ણનગર બસ ડેપોમાંથી ST બસની ચોરી થવાની માહિતી પોલીસને મળી હતી. જે પછી પોલીસ દ્વારા તપાસની કામગીરી શરૂ કરી હતી અને 2 કલાકની મહેનત બાદ દહેગામ નજીકથી એક વ્યક્તિ સાથે બસ મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ચોરી કરનાર યુવક માનસિક અસ્થિર હતો તેમજ પોલીસ હાલ તપાસ કરી રહ્યું છે કે કેવી રીતે ST બસને ડેપોમાંથી ચોરી કરી અને દહેગામ સુધી પહોંચ્યો