ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. હવે તેના પછી આજે ગુજરાત રાજ્યનું બજેટ રજુ કરવામાં આવ્યું. નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યુ છે. નાણાંપ્રધાને રાજ્યનો વિકાસ દર 14.9 ટકા હોવાનું જણાવ્યુ છે.વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
નાણાંપ્રધાને કહ્યુ કે- વિકસિત ગુજરાત @૨૦૪૭ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર રુપિયા તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 250 હજારની સહાય મળવાપાત્ર થશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology