bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સરકારી ભરતીને લઈને મોટા સમાચાર: તલાટી, જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની વેઈટિંગ લિસ્ટની જાહેરાત કરાશે...  

સરકારી ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પાડવામાં આવાશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી બહાર પાડવામાં આવશે.આ માહિતી પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરવામાં આવી છે.

પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે આજે સરકારી ભરતીને લઈ વધુ એક માહિતી આપી છે. વિગતો મુજબ આગામી દિવસોએ તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી પણ બહાર પડાશે