bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદ કચ્છ હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત:  ચાલુ ગાડીએ ટાયર ફાટતાં 4ના મોત!..

 


ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે અમદાવાદ-કચ્છ હાઈવે પર આજે  સવારે એક ગમખ્વાર  અકસ્માતની ઘટના બની. આ અકસ્માતમાં   વાનનું ટાયર ફાટી જતા વાન પલ્ટી મારી ગઈ હતી. જેથી વાનમાં સવાર 4 વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયો હતો . 

આ અકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને  ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.  ગાડી પલ્ટી મારી જતા ગાડીનો કાચ તેમજ દરવાજા તૂટી જવા પામ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.