શહેરમાં અસમાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ખાનગી કારમાં પોલીસનું સાયરન વગાડનાર નબીરો ઝડપાયો છે. શહેરના શાહીબાગ ઘેવર સર્કલથી અનમોલ ટાવર જાહેર રોડ ઉપર સ્વીફટ ગાડીમાં પોલીસ સાયરન વગાડતા યુવકનો સોશિયલ મીડીયામાં વીડિયો વાયરલ હતો. આ બાબતે સ્વીફટ ગાડી ચાલક વિરુધ્ધ “એફ” ટ્રાફિક પોલીસ દ્વારા FIR નોંધીને ધરપકડ કરવામાં આવી છે.
શહેરના સાંજના ટ્રાફિકમાંથી આસાનીથી પસાર થવા માટે એક ગઠિયાએ પોલીસના વાહનમાં વાગતી સાયરન જેવો હોર્ન વગાડીને રસ્તા પરથી જલ્દી જગ્યા મળે તે માટે ઉપયોગ કર્યો હતો. આ નબીરો આવું સાયરન વગાડીને કાર પુરઝડપે ચલાવી રહ્યો હતો. શાહીબાગ ઘેવર સર્કલથી અનમોલ ટાવર સુધીના રસ્તા પર એક જાગૃત નાગરિક આ ઘટના જોતા તેણે વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. જે વીડિયો પોલીસ અધિકારીઓ સુધી પહોંચતા તપાસ કરવામાં આવી. આ તપાસમાં આરોપીએ ફેન્સી નંબર પ્લેટ રાખવાની સાથે પોલીસના વાહન જેવો હોર્ન વગાડ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ એફ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
શહેરના શાહીબાગ ઘેવર સર્કલથી અનમોલ ટાવર પાસેના રોડ પર એક કાળા રંગની સ્વીફટ કારનો ચાલક પુરઝડપે કાર ચલાવી રહ્યો હતો. આ સાથે જ કારમાં પોલીસના વાહનની સાયરન જેવો હોર્ન ફીટ કરાવ્યો હતો અને ટ્રાફિકમાંથી આસાનીથી નીકળવા માટે તે હોર્ન વગાડીને જઇ રહ્યો હતો. આ નબીરાની કારની નંબર પ્લેટ પણ ફેન્સી હતી. આ પૂરપાટ જતી કારને જોઇને એક જાગૃત નાગરિકે મોબાઈલમાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology