રાજ્યમાં ગરમીનો કહેર યથાવત રહે તેવી સંભાવના છે. રાજ્યમાં 40.3 ડીગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો છે.ત્યારે 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો. અમરેલી શહેરમાં 40 ડિગ્રી તો રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. રાજ્યનાં 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર થયું હતું.અમદાવાદમાં તાપમાન 37.3 ડિગ્રી નોધાયું હતું. હજુ ગરમી યથાવત રહેવાની આગાહી છે.
માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચતા ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે. તેમજ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં 38.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ ઉપરાંત કચ્છમાં અને ડીસામાં પણ તાપમાન નો પારો 38.7 ડિગ્રી નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હિટવેવ અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ગીર-સોમનાથ, દિવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology