bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટ ST બસ પોર્ટ પર રસ્તો ક્રોસ કરવા જતાં બસે હડફેટે લીધો, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત...  

હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટમાં એસટી બસ પોર્ટની બહાર આજે સવારે  બે એસટી બસની વચ્ચે ચગદાઈ જતાં એક 21 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ગોંડલના ગુંદાળા ગામનો રહેવાસી બ્રિજેશ સોલંકી દ્વારકા જઈ રહ્યો હતો. 

રાજકોટ એસટી બસ સ્ટેશન બહાર બસના પ્રવેશના ગેટની સામેથી ઝડપથી પસાર થવા જતાં પાછળથી આવતી બસે હડફેટે લીધો હતો, જેમાં યુવક બે બસની વચ્ચે ચગદાઈ જતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. યુવકનું લોહી વહી જતાં રોડ પર લોહીનો રેલો ચાલ્યો હતો. ઉલ્લેખનીય છે કે બસ પોર્ટની અંદર થોડા દિવસો પહેલાં જ એક વૃદ્ધનું એસટી બસની હડફેટે મોત થયું હતું, ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે.