bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વરસાદની આગાહી વચ્ચે દ્રારકા અને બનાસકાંઠામાં વરસ્યો કમોસમી વરસાદ...  

હવામાન વિભાગની આગાહી અનુસાર સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા પ્રબળ બની છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી જ દેવભૂમિ દ્વારકામાં વાતવરણમાં અચાનક પલટો જોવા મળ્યો સવારથી ઠંડા પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. જો કે કમોસમી વરસાદે ખેડૂતોનો ચિંતામો ચોક્કસ વધારો કર્યો છે.

 હવામાન વિભાગે આજે અને કાલે વરસાદની શક્યતાને જોતા 20થી વધુ જિલ્લામાં યલો એલર્ટ આપ્યુંછે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના  સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે. આદે સવારથી પાટણમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 માર્ચ સુધી વરસાદી વાતાવરણ રહેવાનો અનુમાન આપ્યો છે. જેને લઇને ખેડૂતો ચિંતિત છે. કમોસમી વરસાદના પગલે ઘઉં, બટાકા, જીરૂ, એરંડા, વરિયાળી તેમજ કેરી સહિતના બાગયતી  પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી   છે.

 અગાહીની વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે. ભુજ, અંજાર, મુંદ્રા, ગાંધીધામ સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા 2 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ છે, જેના કારણ ધરતીપુત્રોની ચિંતા વધી છે.

બનાસકાંઠાના ધાનેરા ના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે. બાપલા, વક્તાપુરા, માલોતરા, કુંડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે, જેના કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, સહિતના પાકમાં નુકસાનની શક્યતા છે. આકાશમાં કાળા વાદળો અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.