સુરતના કામરેજ તાલુકામાંથી એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. એક પરપ્રાંતીય મહિલાએ પોતાની માસૂમ 2 બાળકીઓને ઝેર પીવડાવી મારી નાખી અને બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મહિલાના પરિવારજનો દ્વારા સાસરીયાઓ દહેજ માટે ત્રાસ આપતા હોવાના ગંભીર આક્ષેપો લગાવામ આવ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે હાલ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કામરેજના હલદરૂના શુભમ રો-હાઉસમાં રહેતી અનન્યા મિશ્રા ગઈકાલે પોતાના ઘરે સાંજના સમયે એકલી હતી તે દરમ્યાન પોતાની બે માસૂમ દીકરીઓ વૈષ્ણવી મિશ્રા (2 વર્ષ 7 માસ) વિધિ મિશ્રાને (11 માસ) કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી તેને મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે પડોસમાં રહેતો શખસ ઇલેક્ટ્રીક મીટર પેટીની ચાવી લેવા ગયો, ત્યારે ઘટનાની જાણ થતાં મહિલાના પતિ તેમજ પોલીસને જાણ કરી હતી.
PI ઓ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, હલદરૂના શુભમ રો-હાઉસમાં રહેતી અનન્યા મિશ્રાનો ગઈકાલે તેના પતિ સાથે ઘરકંકાસ થયો હતો. આથી પતિ વરુણ જ્યારે બહાર ગયો હતો ત્યારે પત્ની અનન્યા મિશ્રાએ પોતાની બે બાળકીઓને કોઈ ઝેરી પદાર્થ પીવડાવી મૃત્યુ નીપજાવી પોતે પ
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology