bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુરતમાં ફરી એક સામુહિક પરિવારે જિંદગી ટૂંકાવી.... 

 

સુરતનાં લિંબાયતમાં સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી . પરિવારનાં સભ્યો દ્વારા સામૂહિક આપઘાતની જાણ અન્ય સભ્યોને થતા પરિવારજનોમાં શોકનું મોજું વ્યાપી જવા પામ્યું હતું. પોલીસે આપઘાતનાં કારણોને લઈ તપાસ શરૂ કરી છે.

સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલ રુસ્તમ પાર્ક વિસ્તારમાં પતિ-પત્નિ તેમજ બાળક દ્વારા સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ત્યાર એક જ પરિવારનાં ત્રણ સભ્યો દ્વારા આપઘાત કરી લેતા સગા-સબંધીઓમાં શોકનું માહોલ પ્રસરી ગયો હતો . ત્યારે પોલીસે આ સમગ્રા બાબતે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. આપઘાતના કારણોને લઈ પોલીસે તપાસ ચાલુ કરી છે