bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુરત: પોલીસના ત્રાસથી 51 વર્ષના શ્રમજીવીએ કર્યો આપઘાત....  

શહેરમાં રક્ષક જ ભક્ષક બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેર પોલીસના ત્રાસથી 51 વર્ષના શ્રમજીવીએ આપઘાત કરી લીધો છે. કિશોર ગોહિલે જીવન ટૂંકાવી લેતા પહેલા અંતિમ ચિઠ્ઠી લખી હતી. જેમા એસીપી એ.એ. આહીર નામના પોલીસ અધિકારી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. હાલ આ અંગે પોલીસ તપાસ કરી રહ્યા છે.

આ આધેડે સુસાઇડ નોટમાં પોલીસ અધિકારી એ. એ. આહીરના નામનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે સુરત પોલીસમાં એસીપી એ. એ. આહીર નામના અધિકારી ન હોવાની માહિતી મળી રહી છે. તો બીજી બાજુ સુસાઇડ નોટમાં લખેલું એડ્રેસ અને ફોન નંબર સાચો છે.

મૃતક આધેડે અંતિમ ચિઠ્ઠીમાં લખ્યુ છે કે, પ્રિય લતા, મયુર, ક્રિષ્ના, હું તમને છોડીને જવ છું. તો તમે મને માફ કરી દેજો. કારણ કે, મને ટેન્શન એટલું વધી ગયુ છે અને એક પોલીસ ઇન્સપેક્ટર, વેડરોડ, હરિઓમ મિલ પાસે પોલીસ ચોકી, કોલ કરીને મને છેલ્લા ત્રણથી ચાર દિવસથી ટોર્ચર કરે છે. જેનું નામ છે એ. એ. આહીર. લેન્ડલાઇન નંબર છે. (આ નોટમાં ફોન નંબર પણ આપેલો છે.) દરેક સગા સંબંધીઓને મારા સાદર પ્રણામ મારાથી ભુલચૂક થઇ હોય તો મને માફ કરી દેજો.