અમદાવાદ-બાવળા હાઈવે પર ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઈસર ટ્રકમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના 2 લોકોના મોત પણ થયાં છે. અન્ય એક રાહદારી મહિલાને ગંભીર ઈજા થઈ છે. હાલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ-બાવળા હાઈવે પર સરી ગામ પાસે આઈસર ટ્રકમાં અચાનક આગી લાગી હતી, જે બાદ આઈસર ટ્રકમાં ભરેલા ઓક્સિજનના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ટ્રકમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી બે લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી ભયંકર હતી કે આગમાં ટ્રકમાં સવાર બે લોકોના મોત થયાં હતા. અને અન્ય એક રાહદારી મહિલાને પણ ઈજાઓ પહોંચી હતી.
આ ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. તેમજ ફાયર વિભાગે પણ ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જે બાદ પોલીસે ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology