bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતની રાજનીતિમાં હડકંપ, ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યા સસ્પેન્ડ....

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ચહલ-પહલ વધી ગઈ છે. ક્યાંક પક્ષમાંથી રાજીનામાં પડી રહ્યાં છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે એવી વિગતો સામે આવી છે કે, ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વડોદરાના ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. અત્રે જણાવીએ કે, ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા. જેમને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની સૂચનાથી પક્ષના તમામ હોદ્દાથી દૂર કરાયા છે.