bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભાજપમાં ભરતી મેળો યથાવત, પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કર્યા કેસરિયા...

લોકસભા ચૂંટણીની પહેલાં ગુજરાત ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. આજે (મંગળવાર) બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, ઠાકોર સમાજના અગ્રણી લેબજી ઠાકોર પણ ભાજપ જોડાયા છે.

અમદાવાદમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો છે. 300થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. ખાનપુર ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેઓ શહેર પ્રમુખ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.

અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લીધી છે. તેમણે પ્રદેશ પ્રમુખને સંબોધીને પત્રમાં લખ્યું છે કે, 'મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું.'