ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલીવાર 22 જેટલી હાઇરાઇઝ બિલ્ડિંગોને ત્રણ માળ સુધી પોડિયમ પાર્કિગની મંજુરી આપી છે.
મેટ્રોસિટી અમદાવાદનો વિકાસ અને વિસ્તાર દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે.. જેમાં પાર્કિંગ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે.. પરંતુ હવે તેનું પણ સમાધાન અમદાવાદ મહાનગરપાલિકીએ શોધી કાઢ્યું છે.. મહાનગરપાલિકાએ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં પોડિયમ પાર્કિંગને મંજૂરી આપી છે.
અમદાવાદ મનપા દ્વારા શહેરમાં એસજી હાઇવે અને એસપી રીંગ રોડ સહિત કુલ 22 જેટલી હાઈરાઈઝ બિલ્ડીંગોમાં પોડિયમ પાર્કિંગની પરવાનગી આપવામાં આવી છે.
બેઝમેન્ટ પાર્કિંગ માટે જમીનને ખૂબ ખોદવી પડે છે અને બે થી ત્રણ બેઝમેન્ટ બનાવવાની જરૂરિયાત પડે છે તેની જગ્યાએ હવે પાર્કિંગ માટે મુંબઈની જેમ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં હોય છે તેવી પોડિયમ પાર્કિંગની સુવિધા અમદાવાદમાં પણ થઈ શકશે. હાલ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં - 12 , દક્ષિણ પશ્ચિમ ઝોનમાં - 4, પશ્ચિમ ઝોનમાં - 3, પૂર્વ ઝોનમાં - 2 અને દક્ષિણ ઝોનમાં - 1 એક બિલ્ડિંગમાં પોડિયમ પાર્કિંગને મંજૂરી આપવામાં આવી છે.
પોડિયમ પાર્કિંગની મદદથી પાર્કિંગની સુવિધામાં તો વધારો થશે જ.. સાથે-સાથે ઓનરોડ દબાણરૂપ થતા વાહન પાર્કિંગમાં ઘટાડો થશે. એક કરતા વધારે લેવલ ઉપર પાર્કીંગ કરી શકાય છે. આગામી સમયમાં વધુ આ પ્રકારે પોડીયમ ફલોરને મંજૂરી આપવામા આવે એવી સંભાવના છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology