bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ટૂંક સમયમાં બદલીના નિયમો જાહેર કરીશું' આંદોલનને જોતાં ગુજ. સરકારનું એલાન...  

બદલીના નિયમો જાહેર ન થતાં HTATના મુખ્ય શિક્ષકોએ ઉપવાસની જાહેરાત કરી છે ત્યારે શિક્ષણ મંત્રી કૂબેરભાઇ ડીંડોરે HTAT મુખ્ય શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી છે.

તેમણે કહ્યું કે બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે અને ટૂંક સમયમાં બદલીના નિયમો જાહેર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘે સત્યાગ્રહ છાવણી ખાતે આમરણાંત ઉપવાસનું એલાન કર્યુ છે. અને એલાન બાદથી સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આંદોલન મુદ્દે ટ્વીટ કર્યું છે અને આવતીકાલના મુખ્ય શિક્ષકોના ઉપવાસ આંદોલનને મોકૂફ રાખવા અપીલ કરી છે.