bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

10 તારીખે રાજકોટમાં નહીં મળે બહારનું જમવાનું...  

આગામી 10 તારીખે રાજકોટમાં બહારનું ખાવાનું નહીં મળે. મનપાની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ ભભૂક્યો છે. 10 તારીખે ખાણી પીણીના ધંધાર્થીઓ એક દિવસ બંધ પાળશે. મનપા દ્વારા આડેધડ સિલીંગની કાર્યવાહી કરતા વિરોધ કરી બંધ પાળશે.

આગામી ૧૦ તારીખના રોજ હોટેલ, રેસ્ટોરન્ટ, કાફે, કેટરસ સહિતના ધંધાર્થીઓ એક દિવસ બંધ પાળશે. અગાઉ વેપારીઓ દ્વારા મનપાને રજૂઆત કરવામાં આવી હતી. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપા દ્વારા સિલીંગની કાર્યવાહી કરવામાં આવી હતી.મનપાની આડેધડ સિલીંગની કાર્યવાહીને લઈને વેપારીઓને ભારે નુક્સાન થઈ રહ્યું છે અને વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. પોતાની વાત મનપા સુધી પહોચાડવા વેપારીઓએ એક દિવસીય હડતાળની જાહેરાત કરી છે.