અમદાવાદ ના જાહેર રોડ રસ્તા પર પાન મસાલા ખાઈને પિચકારી મારતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીસીટીવીથી મોનીટરીંગ કરી મેમો આપવાની કાર્યવાહી વધુ ઝડપી બનાવવામાં આવી છે. ઘણા સમયથી આ સિસ્ટમ અમલમાં છે પરંતુ કોર્પોરેશન દ્વારા ધીમી ગતિએ કામગીરી થતી હતી. હવે જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ આવવાનું છે ત્યારે આ કામગીરી તેજ બનાવવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતુ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કોઈ પણ વ્યક્તિ વાહન ઉપરથી રોડ ઉપર થુકશે તેનું સીસીટીવી થી મોનિટરિંગ કરી ને મેમો વાહન નંબરના આધારે સીધો જ તેના ઘરે મોકલી આપવામાં આવશે અને ₹100 નો દંડ વસૂલવામાં આવશે. પરિણામે આની પાછળનો આશય આપણું શહેર અને તેના રોડ રસ્તાને સ્વરછ રાખવાનો છે. હાલમાં વેસ્ટમાંથી ઇલેક્ટ્રીકસીટી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. ત્યારે કેમેરાથી બાજ નજર રાખીને અમદાવાદને વધારે સુંદર બનાવવામાં આવશે. ઉલ્લેખનિય છે કે વર્ષ 2023-24 માં અમદાવાદમાં જાહેરમાં થૂંકતા 4749 લોકોને ઈ મેમો આપવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર હવે લગ્નગાળામાં પણ સ્વચ્છ બની રહે તે માટે મહાનગરપાલિકાએ અનોખી પહેલ કરી છે. ખાસ કરીને દેવ દિવાળી બાદ લગ્નગાળાનો પ્રારંભ થતા જ સરકારી થી માંડીને ખાનગી તથા સરકારી હોલ તથા પાર્ટીપ્લોટના બુકીંગ ફુલ ચાલી રહ્યા છે. આ ખાનગી પાર્ટીપ્લોટમાં યોજાતા લગ્નસમારંભમાં ખોરાક સિવાય પણ અનેક પ્રકારે કચરો ઠલવાતા ગંદકી ફેલાતી હોય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology