bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદુષિત, અનેક સ્થળ પર AQI 100ને પાર.....

દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદુષણે ચિંતા વધારી દીધી છે અને કેટલાક વિસ્તારોમાં AQI 400ને પાર પહોંચી ગયો છે ત્યારે દિલ્હીના સાથે અમદાવાદમાં પણ હવા પ્રદુષિત બની રહી છે.  દેશની રાજધાની દિલ્હીમાં દિવસેને દિવસે વાયુ પ્રદુષણમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે જેના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે 32 વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર કરી ગયો હતો, જે દર્શાવે છે કે હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. આ દરમિયાન વધતા પ્રદૂષણને લઈને GRAP-4 નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તેમજ દિલ્હીના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. આજે સવારે પણ ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.આ સિવાય સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે AQI 130, બોપલ ઇસરો ખાતે AQI 124, સોનીની ચાલે AQI 122 રહ્યો હતો. આ ઉપરાંત મોટા ભાગના સ્થળ પર 100 ઉપર એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળ્યો હતો, જે હવાને અસર કરતો આંકડો કહી શકાય. તો એરપોર્ટ તરફ સામાન્ય એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળ્યો હતો. આ સાથે જ અમદાવાદમાં લોકોને એર ક્વોલિટી અંગે માહિતગાર કરવા માટે લગાવવામાં આવેલ એર ક્વોલિટી ઇન્ડેક્સ માટેની ડિસ્પ્લે પણ બંધ હાલતમાં જોવા મળી. જેનાથી તંત્રની કામગીરી પર પણ સવાલ ઉભા કર્યા છે.