ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 8 IPSની બદલીના આદેશ અપાયા છે. ગુજરાત કેડરના વર્ષ 2021ના આઠ IPSઅધિકારીઓની તાલીમ હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે પૂર્ણ થતા તેમને ગુજરાત પોલીસમાં ASPની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વલય વૈધને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે સાવરકુંડલા ખાતે નિમણૂક કરાઈ છે. જ્યારે અંશૂલ જૈનની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મહુવા ખાતે નિમણૂક કરાઈ છે. લોકેશ યાદવની રાજપીપળા, ગૌરવ અગ્રવાલની બોડેલી, સંજયકુમાર કેશવાલાની મોડાસા, વિવેક ભેડાની સંતરામપુર, સાહિત્યા વી.ની પોરબંદર અને સુબેધ માનકરની દિયોદર ખાતે પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વર્ષ 2020ની બેચના પાંચ IPS અધિકારીઓના પોસ્ટીંગ વેઇટીંગમાં રાખવામાં આવ્યા છે. જે નિમણૂંક ચૂંટણી પંચના આદેશ અનુસાર કરવામાં આવશે.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીની બદલીની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ગત રોજ ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને આઈપીએસની બદલીઓ બાબતે ટકોર કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે આઈપીએસ અધિકારીઓની બદલી માટેની પેનલ ચૂંટણી પંચને મોડી રાત્રે મોકલી અપાઈ હતી. ત્યારે આગામી 48 કલાકમાં આઈપીએસ અધિકારીઓની બદલીનાં આદેશ થઈ શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology