bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇ-મેઇલ મારફતે ઉડાવી દેવાની ધમકી મળી છે....  

ઇ-મેઇલ મળતાં જ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી છે અને સધન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. ખાસ કરીને, તમામ મુસાફરોનું સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ધમકીનો મેસેજ મળતાં જ બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ તથા પોલીસની ટીમો દ્વારા એરપોર્ટની તપાસ હાથ ધરાઈ છે.આ તરફ હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. જોકે હજી સુધી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી ન હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, હજી પણ એરપોર્ટ પર સઘન ચેકિંગ ચાલુ છે.