નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યાર આ વર્ષે નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી છે. મોડે સુધી નવરાત્રીનાં આયોજન અંગે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી એમાં અમુક લોકોને પેટમાં દુઃખવા લાગ્યું છે. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના? ગયા વર્ષે પણ મોડે સુધી ગરબા રમવાની વ્યવસ્થા કર હતી. તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી હતી કે, સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ ઉજવી. તેમજ ખેલૈયાઓ મોડે સુધી ગરબા રમી ઘરે જાય ત્યારે એક પણ હોટેલ બંધ નહીં હોય. પેવેલીયનમાં બે ટચ સ્ક્રીન કિઓસ્ક દ્વારા મુલાકાતીઓને વિવિધ ઉત્પાદનો અને સખી મંડળો તેમજ તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ અંગેની માહિતી મેળવી શકશે. આ પેવિલિયન હસ્તકલા અને સ્થાપત્યો સાથે વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે, જે ગ્રામીણ ગુજરાતની સંસ્કૃતિ અને હસ્તકલા ઉદ્યોગોને પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત ગુજરાતના સખી મંડળો થકી ઉત્પાદીત વસ્તુઓનો ડિજિટલ કેટલોગનું લોકાર્પણ કરાયું હતું. વાયબ્રન્ટ નવરાત્રીમાં દરરોજ ૩૦ થી ૪૦ હજાર લોકો મુલાકાત કરે છે જેથી આ મહિલાઓને સારું માર્કેટ મળશે જે ભારતની વૈવિધ્યસભર કારીગર હિરિટેજને જાળવી રાખવામાં મદદરૂપ બનશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology