bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

  દેશમાં 27 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ! ગુજરાત પર સિસ્ટમ નહીં, IMDની સંભાવના...  

આજે હવામાન વિભાગે 27 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી, આવતીકાલે એટલે કે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ દેશભરમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન આજ રોજ 27 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજસ્થાનમાં જયપુર અને જોધપુર સહિત 19 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુરુવારે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જયપુરમાં છેલ્લા 24 કલાકમાં 150 મીમી વરસાદ નોંધાયો છે. નાગૌરમાં 107 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં હજુ પણ સર્ક્યુલેશન સિસ્ટમ યથાવત છે. આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. શનિવારથી સિસ્ટમ નબળી પડી જશે અને વરસાદ ઓછો થશે. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 22 લોકોના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરના 3 જિલ્લામાં ગુરુવારે વાદળ ફાટ્યું. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. એક વ્યક્તિનું મોત પણ થયું હતું. હવામાન વિભાગે લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. 16 થી 20 ઓગસ્ટ દરમિયાન મોડી રાત્રે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ તરફ દિલ્હીમાં હળવો વરસાદ થયો હતો. મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે ભેજનું પ્રમાણ પણ હતું. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. ગુરુવારે પંજાબ-હરિયાણાના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબના પઠાણકોટમાં 16 મીમી વરસાદ નોંધાયો છે. હરિયાણાના રોહતકમાં 21 મીમી વરસાદ નોંધાયો હતો.