અમદાવાદના વસ્ત્રાપુરમાં બુધવારે રાતે જૂથ અથડામણની ઘટના બની. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં જૂથ અથડામણ થઈ હોવાની જાણકારી મળી છે. ભરવાડવાસમાં બે જૂથ વચ્ચે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 7 જેટલા લોકો ઘાયલ થયા અને એક 70 વર્ષીય મહિલાનું મોત થયું.
શહેરમાં બુધવારની રાતે વસ્ત્રાપુરના ભરવાડવાસમાં બે જૂથ વિવાદ થતા સામસામે પથ્થરમારો કરાયો હતો. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જૂથ અથડામણની આ ઘટનામાં પથ્થરમારામાં 7 લોકો ઘાયલ થયા છે, જયારે એક 70 વર્ષીય મહિલાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, વસ્ત્રાપુર ગામમાં થયેલી આ જૂથ અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસના PI ગોવિંદ ભરવાડ સામેલ હોવાની વાત સામે આવી છે. જો કે પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તરત જ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસે પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી છે.
ટ્રાફિક DCP સફિન હસને આ અંગે જણાવ્યું કે મંદિરની પ્રાણ પ્રતિસ્થા માટે પત્રિકામાં નામ છપાવવા મુદ્દે બે જૂથ વચ્ચે આંતર વિગ્રહ ચાલુ હતો. જેના પગલે બે જૂથ વચ્ચે આ પથ્થરમારાની ઘટના બની છે. આ ઘટનામાં કુલ 7 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરીથીતીને કાબૂમાં લીધી. આ ઘટનામાં જે લોકો પણ સંડોવાયેલા છે, એ તમામ લોકોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology