અમદાવાદીઓ જો તમે આજે કોઈ પ્લાન કર્યો હોય કે ક્યાંક ફરવા જવું છે કે બજારમાં ખરીદી કરવા નીકળવું છે અને તમારી પાસે પોતાનું વ્હિકલ નથી અને રિક્ષા કે ટેક્સી દ્વારા ક્યાંક જવાના છો તો એલર્ટ થઇ જજો. કેમ કે આજે લગભગ 2.5 લાખ જેટલાં રિક્ષાચાલકો અને 80000 જેટલાં ટેક્સી ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે.
માહિતી અનુસાર રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સની માગ એ છે કે સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદે એગ્રીગેટર કંપનીઓના શહેરોમાં ધમધમતાં ટુ વ્હિલર બંધ કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ કારણે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી છે.
રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવર્સ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઉબેર, ઓલા, રેપિડો જેવી કંપનીઓ દ્વારા આરટીઓના નિયમ પ્રમાણે ભાડું ચૂકવવામાં આવતું નથી. બીજી બાજુ ઓનલાઈન એપ્લિકેશનને કારણે હેરાનગતિનો પણ સામનો કરવો પડે છે. એટલા માટે બુધવાર સવારના 6 વાગ્યાથી હડતાળની જાહેરાત કરીએ છીએ. આજે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના અનેક ભીડવાળા વિસ્તારોમાં મુસાફરોએ તકલીફનો સામનો કરવો પડી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology