હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં ચાંદીપુરમા વાયરસે કહેર વર્તાવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના લીધે 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચાંદીપુરમ વાયરસના આતંકને જોતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને મૃતક બાળકોના રિપોર્ટ તપાસ માટે પૂના મોકલવામાં આવ્યા છે.
કોરોના વાયરસની મહામારીને લોકો હજુ માંડ માંડ ભૂલ્યું છે, ત્યારે એક નવો વાયરસ આતંક મચાવી રહ્યો છે. જોકે આ વખતે સફાળું જાગી ગયું છે. સાબરકાંઠામાં આરોગ્યની ટીમે સર્વે કામગીરી હાથ ધરી દીધી છે. સર્વે દરમિયાન અરવલ્લીમાં આ શંકાસ્પદ વાયરસના લીધે 2 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ ભિલોડાના કંથારિયા વિસ્તારમાં આરોગ્ય ટીમે દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હાલમાં 2 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્માના દિગથલી ગામના 5 વર્ષીય બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ લક્ષણો જોવા મળતાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું નિપજ્યું હતું. ચાંદીપુરમ વાયરસના લીધે અત્યાર સુધી 4 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું આરોગ્ય વિભાગનું અનુમાન છે. અત્યાર સુધી 6 કેસ મળી આવ્યા છે જેમાંથી 4 દર્દીઓના મોત નિપજ્યા છે અને બે દર્દીઓ સારવાર હેઠળ છે.
સાબરકાઠાં પંથકમાં વાયરસ મળી આવતાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાબરકાંઠા દોડી આવ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર ખાતે અધિકારીઓને બેઠક યોજવામાં આવી હતી. હાલ તંત્ર એલર્ટ મોડ પર છે, વાયરસનો વધુ ફેલાયો ન થાય તે માટે દવાઓનો છંટકાવ શરૂ કરી દીધો છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડોર ટુ ડોર ચકાસણી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે આ વાયરસ માખીથી ફેલાય છે અને તાવ આવવો ,ચાઠાં પડી થવા, આંખો લાલ થઇ જવી, માથું દુખવુ, અશક્તિ, શ્વાસ લેવામાં તકલીફ પડવી આ વાયરસના મુખ્ય લક્ષણો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology