bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતના સૌથી મોટા ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર, માઈભક્તો માટે ખુશખબર!  

અંબાજી મંદિર એ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માઈ ભક્તો માટે આ એક રુડો અવસર બની રહે છે. જ્યા લાખો ભક્તો દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પગપાળા નીકળે છે. વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં વિદેશોથી પણ ભક્તો આવે છે. ત્યારે ફરી એકવાર ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે યોજાયેલી એક મીટિંગમા જાહેરાત કરાઈ કે, 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે.

કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પુનમનો મહામેળો ભરાતો હોય છે. જે ભારતભરમાં પદયાત્રીઓનો સૌથી મોટો મેળો અંબાજી ખાતે ભરાતો હોય તેવું માનવામાં આવે છે. ફરી આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. અંબાજી ખાતે આગામી ભાદરવી પુનમનો મહામેળો તારીખ 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો મેળો ભરાશે. જેમાં 30 લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી આવવાની શક્યતા છે.

મેળા વિશે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે, અંબાજીમાં આવતા યાત્રિકોને પૂરતા પ્રમાણમાં સુખ સુવિધા મળી રહે સાથે કાનૂની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં જળવાયેલી રહે તેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર મેળાના લાઇઝન અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અંબાજી આવતા યાત્રિકોને વધુમાં વધુ સુવિધા જેવી કે લાઈટ પાણી આરોગ્ય રહેવા જમવા સાથે ની અનેક વ્યવસ્થાઓની સુચારુ વ્યવસ્થા થાય તે માટે આ બેઠક યોજવામાં આવી હતી.