bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં મેઘરાજાએ રમઝટ બોલાવી...

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાલિતાણામાં સવા ઈંચ વરસાદ નોંધાયો . વઘઈમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. તળાજા અને માણસામાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.. રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ, વાંકાનેર, વઢવાણ, ધ્રાંગધ્રા, સુરત, ધંધુકા, જેસર,પડધરી, કલોલ, સુબિર, માંગરોળ, અમદાવાદ, દહેગામ, હિંમતનગર વગેરે સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા વરસાદની આતુરતાની રાહ જોતા લોકો માટે ખુશ ખબર છે.. રાજ્યમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે. રાજ્યમાં 6 દિવસ સુધી વરસાદની આગાહી છે.. દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણમાં પણ વરસાદની આગાહી છે. સાથે જ અમરેલી, ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામેલો રહેશે આવતીકાલે  ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેનદ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી છે.. 17 જૂને નવસારી, વલસાડ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. તો 18 જૂને નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે. 20મી જૂને નર્મદા, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી છે