bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ...  

આજે રાજ્યભરમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

આજે કેટલાક જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અતિભારે વરસાદ પડી શકે છે, તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને સુરત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ નર્મદા, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે તો આવતીકાલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલ સુધી, એટલે કે 9 જુલાઈ સુધી રાજ્યમાં 5 ટકા ઓછો વરસાદ હતો, જ્યારે અત્યાર સુધી સરેરાશ કરતા 1 ટકા વધુ વરસાદ થયો છે.